NOTICE
RK Digital Seva Botad - Digital Services Available at One Place
RK Digital Seva Botad
Online Digital Services, Government Services and Useful Information
RK Digital Seva Botad is an online information portal for
useful digital services in Gujarat. Find information about government online
forms, Sarkari Yojana, banking services, job updates, document-related services
and other helpful online resources in one place.
Our goal is to make important online service information easy to find and
understand for users from Botad and across Gujarat.
All Digital Services
At One Place
Sarkari Yojna, Jobs, Government Online Form,
and other online services.
ગુજરાત સરકારી યોજના અંતર્ગત વ્હાલી દીકરી યોજના વર્ષ ૨૦૨૬માં સહાય ૧,૧૦,૦૦૦/- ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ અને તેની અરજી કેમ કરવી તેની સંપૂર્ણ માહિતી અરજી કરવા માટે અંત સુધી વાંચો ગુજરાતીમાં...Vahali Dikari yojna 2026
ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માં એક યોજના આપવામાં આવી છે જેમાં દીકરીના ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે તેના શિક્ષણ આપવા માટે તેના માટે આ યોજના અમલમાં મુકવામાં આવી છે જેનું નામ છે "વ્હાલી દીકરી યોજના " જેના માટેદીકરી ને અભ્યાસ માં આર્થીક સહાય આપવામાં આવે છે જેમાં દીકરીને કુલ ૧,૧૦,૦૦૦/- રૂપિયા આપવામાં આવે છે ત્રણ અલગ અલગ હપ્તા માં આપવામાં આવે છે .
આ યોજનાનો હેતુ દીકરીને શિક્ષણમાં સહાય અને દીકરી જન્મદર ને પ્રોહ્સાહન આપવાનો તેમજ બળ લગ્ન ઘટાડો થશે તેના માટે મુકવામાં આવી છે આ યોજના ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બળ વિકાસ વિભાગ આ કામગીરી સોપવામાં આવી છે Rk Digital Seva Botad
વ્હાલી દીકરી યોજના એટલે શું ?
વ્હાલી દીકરી યોજના એટલે શું આવો દરેકને પ્રશ્ન થતો હોય છે વ્હાલી દીકરી યોજના એટલે દીકરીની યોજના જેમાં દીકરીને શિક્ષણ માં આર્થીક સહાય કરવાનો છે દીકરીના ભવિષ્યને વધુ સારું બનાવવામાં અને તેમને ગુજરાત સરકાર દ્વારા આ યોજના વ્હાલી દીકરી યોજના અલમાં મુકવામાં આવી છે .
સતાવાર માહિતી મુજબ જે દીકરીનો જન્મ તારીખ ૦૨/૦૮/૨૦૧૯ પસી થયો હોય તેમને આ યોજના નો લાભ મળવા પાત્ર છે જરૂરી શરતો સાથે અને જરૂરી માહિતી પૂર્ણ કરી હોય .
Vhali Dikari Yojna 2026 માં કેટલા રૂપિયા આપવામાં આવે છે ?
આ યોજના અંર્તગત વ્હાલી દીકરીને કુલ ૧,૧૦,૦૦૦/- રૂપિયા ને ત્રણ અલગ અલગ હપ્તામાં આપવામાં આવે છે
પ્રથમ હપ્તો પહેલા ધોરણ પ્રવેશ મેળવે ત્યારે ૪૦૦૦/- રૂપિયા
બીજો હપ્તો ધોરણ ૯ માં પ્રવેશ મેળવે ત્યારે ૬૦૦૦/- રૂપિયા
ત્રીજો હપ્તો દીકરીની ઉમર ૧૮ થાય ત્યારે મળે ૧૦૦૦૦૦/- રૂપિયા
કુલ સહાય ૧,૧૦,૦૦૦/- રૂપિયા મળે છે
તમને થતું હશે કે ત્રીજો હપ્તો ૧,૦૦,૦૦૦/- રૂપિયા ૧૮ વર્ષ કેમ આપવામાં આવે છે ? કેમકે દીકરીની ઉંમર ૧૮ વર્ષ પુરા થાય ત્યારે તેને ઉચ્ચ અભ્યાસ અને તેના લગ્ન કરવામાં મદદ મળે તેના માટે આપવામાં આવે છે જેથી બાળ લગ્નમમાં ઘટાડો થાય .
આ યોજના નો લાભ કોને મળે તેની યોગ્યતા
આ યોજના વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબ શરતો છે
દીકરીનો જન્મ ૦૨-૦૮-૨૦૧૯ અથવા તેની પસી થયો હોય
દીકરીના જન્મ સમયે માતાની ઉંમર ૧૮ વર્ષ અથવા તેની ઉપરની હોય
દીકરીના માતા-પિતાની વાર્ષિક આવક ૨૦૦૦૦૦/- થી ઓછી હોય
આ યોજના માતા-પિતાની ત્રણ દીકરી ને મળવા પાત્ર છે.
અરજી ક્યારે કરવામાં આવે છે
આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મ થયાના એક વર્ષમાં અરજી કરવાની હોય છે .
જરૂરી ડોક્યુમેન્ટ
વ્હાલી દીકરી યોજના માં અરજી કરતી વખતે નીચે મુજબ દસ્તાવેજોની જરૂર પડે છે .
જન્મનો દાખલો
આધાર કાર્ડ
માતા-પીતના આધાર કાર્ડ
માતા-પતિના ઉંમરનો પુરાવો
માતા-પિતાની આવકનો દાખલો
તમામ બાળકોના જન્મ દાખલા
રેશન કાર્ડ
સેલ્ફ ડીકલેરેશન નમુના મુજબ
બેંક પાસબુક
યોજના સમયે મંગાવેલ અન્ય દસ્તાવેજ .
વ્હાલી દીકરી યોજના અરજી ક્યાં કરવી
વ્હાલી દીકરી યોજના ફોર્મ નીચે મુજબ અરજી કરી શકાય
આંગણવાડી કેન્દ્રમાં
તાલુકા કક્ષાની કચેરીમાં
ગ્રામ પંચાયતમાં
જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કચેરીમાં
ઓનલાઈન અરજી કરવા સતાવાર વેબસાઈટ પર પણ અરજી કરી શકાય છે .
ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?
વ્હાલી દીકરી અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જોઈએ
અરજી કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સતાવાર પોર્ટલ ખોલીને સેવાનો ઉપયોગ કરવો જોઈએ
અરજી કરતી વખતે જરૂરી ડોક્યુમેન્ટ ચેક કરી લેવા જોઈએ જેનાથી અરજી કેન્સલ ના થાય
હાલમાં પોર્ટલ મુજબ અરજી કરીને તેનું સ્ટેટ્સ જાણી શકાય છે.
જયારે અરજી કરો ત્યારે વ્હાલી દીકરી યોજના અરજી કરતી વખતે સતાવાર પોર્ટલ એકવાર માહિતી જોઈ ને અરજી કરવી જોઈએ સોશિયલ મીડિયાના આધારે કે અન્ય કોઈ પણ પ્લેટફોર્મ આપેલી માહિતીને સાચી સમજાવી જોઈએ નહિ તેની એકવાર ખાતરી કરી લેવી જોઈએ .
અરજી કરતી પહેલા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગની સતાવાર પોર્ટલ માહિતીને જોઈ લેવી જોઈએ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સતાવાર પોર્ટલ પર માહિતીને ચકાસવામાં આવી છે .
સરકારી યોજનાઓ , ઓનલાઈન ફોર્મ ,આધાર કાર્ડ , પાન કાર્ડ વગેરે જેવી ઓનલાઈન ડીજીટલ સેવા ઉપયોગી માહિતી માટે RK Digital Seva Botad સાથે જોડાયેલા રહો
આ માહિતી તમારા તમામ મિત્રોને મોકલો જેથી દરેક દીકરી સરકારી યોજનાનો લાભ લઇ શકે .
Disclaimer: આ લેખ માહિતીના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે સરકારી યોજનાના નીતિ નિયમોમાં ફેરફાર થઇ શકે છે યોજના અરજી કરતી વખતે જરૂરી દસ્તાવેજની સતાવાર પોર્ટલ અથવા સરકારી વિભાગની મુલાકાત લેવી જોઈએ.